સોમવાર, 21 નવેમ્બર, 2011

પ્રવેશોત્સવ ૨૦૧૧-૧૨

શિક્ષણને  ઉત્તેજન આપવાના હેતુથી તેમજ સો ટકા નામાંકન થાય તેવા ઉદેશ્યથી દર વર્ષે સરકારશ્રી તરફથીવનું આયોજન કરવામાં આવે છે. તા. ૧૮/૬/૨૦૧૧ના રોજ શ્રી કાકીડી પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અતિથિવિશેષ તરીકે શ્રી ટી.ડી ઑ .  સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે શિક્ષણને  ઉત્તેજન આપવાના હેતુથી તેમજ સો ટકા નામાંકન થાય તેવા ઉદેશ્યથી દર વર્ષે સરકારશ્રી તરફથીજિલ્લા પંચાયત સદસ્ય શ્રી ભરત હડિયા , સી.આર.સી. કો.ઓ. પણ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાની પ્રાર્થના સમિતિ દ્વારા સુંદર સરસ્વતી વંદના કરવામાં આવી હતી. શાળાના આચાર્ય શ્રી રણજિતભાઇ ગોવાલિયા દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ગામના સરપંચ શ્રી મનસુખભાઈ અને અન્ય ગ્રામજનો દ્વારા પુષ્પગુચ્છ અને પુસ્તકથી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આજના પ્રસંગે બાળકોને ઉપયોગી એવી શૈક્ષણિક કિટ આપનારા દાતા શ્રી ચિરાગભાઇ નું સન્માન કિરીટભાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. શાળાની બાલીકાઓએ સ્વાગત ગીત રજુ કર્યું હતું જયારે બાળકોએ “દેને તું પાંખ મને તારી” બાળગીત રજુ કર્યું હતું. ગત શૈક્ષણિક વર્ષમાં શાળામાં ધોરણ ૧ થી ૭ માં પ્રથમ ક્રમ મેળવનાર કુમાર અને કન્યાઓને મહેમાનોના હસ્તે ઇનામો આપી પપ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

ચાલુ શૈક્ષણિક વર્ષથી આ શાળામાં ધોરણ ૧ અને ૨ માં સરકારશ્રીના નવા અભિગમ સમગ્ કામ્ નો અમલ કરવામાં આવ્યો છે જેના વર્ગનું ઉદઘાટન પણ મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્યશ્રી દ્વારા અભિગમની સમજ વાલી સમુદાયને આપવામાં આવી હતી. ત્યારબાદ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અંતે શાળાના મ.શિ. શ્રી સુખદેવપુરિ ગોસ્વામિ દ્વારા ઋણસ્વીકારવિધિ કરવામાં આવી હતી.